વજન વધવાની ફરિયાદોથી નહીં પડે મેળ, ખાસ જાણી લો ક્યાંક તમે તો નથી કરી રહ્યાં ને આ 4 ભૂલ
આપણાં માંથી ઘણાં લોકો વારંવાર વજન વધી જવાની ફરિયાદો કરતા હોય છે. ત્યારે આપણે માત્ર ફરિયાદો કરવાને બદલે ફરિયાદના મૂળ સુધી જવાની જરૂર છે. આ આર્ટિકલમાં તમને
Trending Photos
નવી દિલ્લીઃ હાલના જમાનામાં લોકો એક બાજુ પોતાનું સ્વાસ્થ્યને લઈ એકદમ સાવચેત રહે છે. બીજી બાજું કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ ફીટનેસને મહત્વ તો આપે છે પરંતુ તેમની ખોટી રીતને કારણે તેમને યોગ્ય પરિણામ મળતું નથી. આ વચ્ચે પણ બદલાતી જીવનશૈલીને કારણે પણ લોકોનું શરીર વધી રહ્યું છે. એટલું જ નહીં હાઈ બ્લડ પ્રેશરથી લઈ હાઈ બ્લડ શુગર સહિતની મુશ્કેલી સામેલ છે. આવો જાણીએ વજન વધવા પાછળના 4 મુખ્ય કારણ.
1) કોલ્ડ ડ્રીન્ક-
ઠંડા પીણા પીવાની આદતથી પણ વજન વધી શકે. આવા લોકો જે ઉનાળાની ઋતુમાં ઠંડા પીણા પીવે છે, તેઓએ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે ઠંડા પીણામાં સુક્રોઝ મળી આવે છે, જે શરીરમાં ફ્રુક્ટોઝ બનાવે છે. આના કારણે શરીરને કેલેરી મળે છે, જેનાથી શરીરને ઘણી બધી શુગર મળે છે, જેનાથી વજન વધી શકે છે.
2) બહારના ભોજનનું વધુ પડતું સેવન-
વજન વધવાનું સૌથી મોટું કારણ બહારનું ખાવાનું છે. જણાવી દઈએ કે આવા લોકો જે ભૂખ્યા હોય અને ફાસ્ટ ફૂડનું સેવન કરે છે, તેઓએ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે બહારના ભોજનથી ન માત્ર વજન વધે છે, પરંતુ લોકો ઘણી બીમારીઓને પણ આમંત્રણ આપે છે.
3) સતત એક જ સ્થળ પર બેસવું-
આજની જીવનશૈલીમાં મોટાભાગના લોકોને એક જગ્યાએ બેસી રહેવાની આદત હોય છે, જેના કારણે વજન પણ વધી શકે છે. કારણ કે એક જગ્યાએ બેસી રહેવાની આદત તમારી શારીરિક ગતિવિધિઓને ઓછી કરે છે, જેના કારણે વજન વધવાની શક્યતા વધુ રહે છે. આવી સ્થિતિમાં તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે.
4) મોડી રાત સુધી જાગવું-
શું તમે જાણો છો કે આખી રાત જાગવાની આદતથી પણ વજન વધી શકે છે. આજના યુવાનો આખી રાત જાગતા રહે છે, જેના કારણે તેમનું વજન વધે છે. કારણ કે સૌથી પહેલા તેમને પૂરતી ઊંઘ નથી થતી અને જ્યારે તેઓ રાત્રે ભૂખ્યા હોય છે ત્યારે તેઓ કંઈપણ ખાઈ લે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા, ચોક્કસપણે તબીબી સલાહ લો. ZEE ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે